રેઝ્યૂમે કેવી રીતે બનાવવું.અને શા માટે કંપનીઓ રેઝ્યૂમે માંગે છે
આજકાલ લગભગ દરેક કંપની નોકરી માટે અરજી કરતી વખતે સૌપ્રથમ રેઝ્યૂમે માંગે છે. રેઝ્યૂમે એ તમારો પ્રથમ પરિચય હોય છે, જે કંપનીને તમારી લાયકાત, કૌશલ્યો અને અનુભવ વિશે ટૂંકમાં જણાવે છે. કોઈ પણ કંપની તમારું રેસુમે ચેક કરવામાં ફક્ત 5 થી 10 સેકન્ડ નો જ સમય લે છે. તેથી ધ્યાન રાખવું કે રેસુમે જયારે પણ બનાવો તો બનાવ્યા બાદ 2/3 વખત ચેક કરો કે રેસુમે માં કોઈ સ્પેલિંગ માં ભૂલ તો નથી ને,? કે કોઈ માહિતી અધૂરી તો નથી ને..? શા માટે કંપનીઓ રેઝ્યૂમે માંગે છે અને તેનું મહત્વ શું છે: પ્રથમ છાપ (First Impression) : રેઝ્યૂમે એ તમારો વ્યાવસાયિક પરિચય છે. તે કંપનીને તમારી ક્ષમતાઓ અને યોગ્યતા વિશે ઝડપથી જણાવે છે. સારો રેઝ્યૂમે ઇન્ટરવ્યૂ માટે બોલાવવાના ચાન્સ વધારે છે. સમયની બચત : કંપનીઓને નોકરીઓ માટે ઘણા બધા કેન્ડિડેટ ના રેસુમે માલ્ટા હોય છે. રેઝ્યૂમે એક નાનું ડોક્યુમેન્ટ હોવાથી તેમને ઝડપથી કેન્ડિડેટની યોગ્યતા ચકાસવામાં મદદ કરે છે. યોગ્ય કેન્ડિડેટની પસંદગી: રેઝ્યૂમેમાંથી કંપનીઓ જાણી શકે છે કે તમારી લાયકાત અને કૌશલ્યો ...