રેઝ્યૂમે કેવી રીતે બનાવવું.અને શા માટે કંપનીઓ રેઝ્યૂમે માંગે છે
આજકાલ લગભગ દરેક કંપની નોકરી માટે અરજી કરતી વખતે સૌપ્રથમ રેઝ્યૂમે માંગે છે. રેઝ્યૂમે એ તમારો પ્રથમ પરિચય હોય છે, જે કંપનીને તમારી લાયકાત, કૌશલ્યો અને અનુભવ વિશે ટૂંકમાં જણાવે છે.
કોઈ પણ કંપની તમારું રેસુમે ચેક કરવામાં ફક્ત 5 થી 10 સેકન્ડ નો જ સમય લે છે. તેથી ધ્યાન રાખવું કે રેસુમે જયારે પણ બનાવો તો બનાવ્યા બાદ 2/3 વખત ચેક કરો કે રેસુમે માં કોઈ સ્પેલિંગ માં ભૂલ તો નથી ને,? કે કોઈ માહિતી અધૂરી તો નથી ને..?
શા માટે કંપનીઓ રેઝ્યૂમે માંગે છે અને તેનું મહત્વ શું છે:
- રેઝ્યૂમે એ તમારો વ્યાવસાયિક પરિચય છે. તે કંપનીને તમારી ક્ષમતાઓ અને યોગ્યતા વિશે ઝડપથી જણાવે છે.
- સારો રેઝ્યૂમે ઇન્ટરવ્યૂ માટે બોલાવવાના ચાન્સ વધારે છે.
- કંપનીઓને નોકરીઓ માટે ઘણા બધા કેન્ડિડેટ ના રેસુમે માલ્ટા હોય છે. રેઝ્યૂમે એક નાનું ડોક્યુમેન્ટ હોવાથી તેમને ઝડપથી કેન્ડિડેટની યોગ્યતા ચકાસવામાં મદદ કરે છે.
- રેઝ્યૂમેમાંથી કંપનીઓ જાણી શકે છે કે તમારી લાયકાત અને કૌશલ્યો નોકરીની જરૂરિયાત સાથે મેળ ખાય છે કે નહીં.
- રેઝ્યૂમે ઇન્ટરવ્યૂ લેનારને તમારા વિશે પ્રશ્નો પૂછવા માટે આધાર આપે છે. તેના આધારે તેઓ તમારી ક્ષમતાઓનું મૂલ્યાંકન કરે છે.
- સારી રીતે તૈયાર કરેલો રેઝ્યૂમે તમારી ગંભીરતા અને વ્યાવસાયિક અભિગમ દર્શાવે છે.
રેઝ્યૂમે બનાવવાની સ્ટેપ ટૂ સ્ટેપ રીત.
- રેઝ્યૂમે સરળ, વ્યવસ્થિત અને વ્યાવસાયિક હોવો જોઈએ.
- રેઝ્યૂમેની ટોચ પર તમારું નામ, સંપર્ક નંબર, ઈમેલ આઈડી અને એડ્રેસ લખો.
ઉદાહરણ:
નામ: રાહુલ પટેલ ફોન: +91 987***3210 ઈમેલ: rahul.****@example.com એડ્રેસ: 123, XYZ નગર, અમદાવાદ, ગુજરાત
- કરિયર ઓબ્જેક્ટિવ (Career Objective)
- એક ટૂંકું વાક્ય લખો જે તમારા લક્ષ્ય અને નોકરી સાથેની તમારી પ્રતિબદ્ધતા દર્શાવે.
તેને નોકરીની જરૂરિયાત મુજબ બદલો.
એક ઉત્સાહી અને પ્રતિબદ્ધ વ્યક્તિ તરીકે, હું મારા કૌશલ્યો અને અનુભવનો ઉપયોગ કરીને કંપનીના વિકાસમાં યોગદાન આપવા ઈચ્છું છું.
શૈક્ષણિક લાયકાત (Educational Qualifications):
- તમારી શૈક્ષણિક ડિગ્રીઓ નવીનતમથી શરૂ કરીને લખો.
- શાળા/કોલેજનું નામ, ડિગ્રી, વર્ષ અને ગુણ/પર્સન્ટેજ લખો.
ઉદાહરણ:
- B.Com, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી, 2023, 85% - HSC, શાંતિ હાઈસ્કૂલ, અમદાવાદ, 2019, 90% - SSC, શાંતિ હાઈસ્કૂલ, અમદાવાદ, 2017, 88%
કામનો અનુભવ (Work Experience):
- જો તમને અનુભવ હોય, તો નવીનતમ નોકરીથી શરૂ કરો.
- કંપનીનું નામ, પદ, સમયગાળો અને મુખ્ય જવાબદારીઓ લખો.
- તમારા ટેકનિકલ અને સોફ્ટ સ્કિલ્સની યાદી બનાવો.
- તમે કરેલા કોર્સ કે સર્ટિફિકેટ્સ લખો.
Certified :- MS Office / Tally / Photoshop / XYZ...!!!
ભાષાઓ (Languages):
- તમે જાણતી ભાષાઓ લખો.
મહત્વની ટિપ્સ
- સરળ ભાષા: - રેઝ્યૂમે સ્પષ્ટ અને સરળ હોવો જોઈએ.
- લંબાઈ: - 1-2 પેજથી વધુ ન હોવું જોઈએ.
- ફોન્ટ: - Arial, Calibri જેવા વ્યાવસાયિક ફોન્ટ વાપરો, સાઈઝ 10-12.
- PDF ફોર્મેટ: - રેઝ્યૂમે હંમેશા PDFમાં મોકલો.
- પ્રૂફરીડિંગ: - સ્પેલિંગ કે ગ્રામરની ભૂલો ન હોવી જોઈએ.
- નોકરી મુજબ કસ્ટમાઈઝ: - દરેક નોકરી માટે રેઝ્યૂમેમાં ફેરફાર કરો.
ઉદાહરણ રેઝ્યૂમે
રાહુલ પટેલ +91 987***3210 | rahul.***@example.com | અમદાવાદ, ગુજરાત કરિયર ઓબ્જેક્ટિવ એક ઉત્સાહી બિલિંગ એક્સએક્યુટિવે તરીકે, હું નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કંપનીના પ્રોજેક્ટ્સમાં યોગદાન આપવા ઈચ્છું છું. શૈક્ષણિક લાયકાત - B.Com (Computer Science), ગુજરાત યુનિવર્સિટી, 2023, 85% - HSC, શાંતિ હાઈસ્કૂલ, 2019, 90% કામનો અનુભવ
કમ્પની નું નામ (XYZCeramic - Billing / Supervisor - 1year
કૌશલ્યો -ટેકનિકલ: Profit NX / Miracle CT Stock / MS Office, XYZ....!!!! - સોફ્ટ સ્કિલ્સ: ટીમવર્ક, સમસ્યા ઉકેલવી, સંચાર સર્ટિફિકેશન્સ - Certified :- MS Office / Tally / Photoshop / XYZ...!!! ભાષાઓ - ગુજરાતી (મૂળ), હિન્દી (ફ્લુએન્ટ), અંગ્રેજી (ફ્લુએન્ટ)
- ઉપર આપેલું રેસુમે તમે ઉદાહરણ તરીકે લઇ શકો છો. પરંતુ ધ્યાન રહે રેસુમે હંમેશા English ભાષામાં લખવું જેથી તમારો વ્યવસાયિક પ્રભાવ સારો પડે.
- રેસુમે હંમેશા તમારા અનુભવ ના આધારે બનાવો અને તમારો અનુભવ સ્પષ્ટ રીતે લખો. ખોટો અનુભવ તમારી ખોટી છાપ ઉભી કરશે જે તમારા વ્યવસાયિક જીવન માં ઘણી તકલિફો ઉભી કરશે .
- રેસુમે ને હંમેશા દર 6 મહિને ઉપડૅટ કરો જેથી. તમારો નવો અનુભવ તેમાં એડ થઇ જાય
- કોઈપણ કંપની ને રેસુમે મોકલો તો હંમેશા ઉપડૅટ કરેલું રેસુમે મોકલો જેથી કંપની ને તમારા અત્યાર ના અનુભવ વિષે પુરી માહિતી મળી રહે અને તમને ઇન્ટરવ્યુ માટે બોલાવી શકે .
- તમારું જૂનું રેસુમે તમારા અત્યાર ના અણુભાને દર્શાવતું નથી જેથી કંપની તતમારો સંપર્ક કરવાનું ટાળે છે
.jpg)
Comments
Post a Comment